ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / પાટણ

રાધનપુરની સિંગર કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા- વિવાદ વધતા પતિ માટે પોલીસ સુરક્ષા માંગી

રાધનપુરની સિંગર કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા- વિવાદ વધતા પતિ માટે પોલીસ સુરક્ષા માંગી

રાધનપુર તાલુકાના જાણીતા લોકગાયિકા કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય યુવક સાથે પ્રેમલગ્ન કરતાં વિવાદ સર્જાયો છે. આ મામલે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને યુવક સામે કાર્યવાહીની માંગણી થઈ રહી છે. બે દિવસ અગાઉ કિંજલ રબારીએ વરસડા ગામના અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નને કારણે સોશિયલ મીડિયા પર વિવાદ વકર્યો હતો.

વિવાદ બાદ લોકગાયિકા કિંજલ રબારીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ લાંબા સમયથી પરિવારજનોને લગ્ન માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પરિવાર આંતરજ્ઞાતીય લગ્ન માટે સહમત ન થતાં તેમણે અશોક ચૌધરી સાથે લગ્ન કરી લીધા
કિંજલ રબારીએ વીડિયોમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર તેમના પતિ અશોક ચૌધરી વિશે ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. તેમણે પોતાના પતિના જીવને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને એડવોકેટના માર્ગદર્શન હેઠળ પોલીસ સુરક્ષાની માંગ કરી હતી.
તેમણે પરિવારજનોને ચેતવણી આપી હતી કે, જો તેમના પતિ અશોક ચૌધરી કે તેમના સંબંધિત કોઈને નુકસાન પહોંચાડવામાં આવશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તેમના પરિવારજનોની રહેશે.

આ નિવેદન બાદ સમાજમાં વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર કિંજલ રબારીને સમર્થન ન આપવા અને તેમને અનફોલો કરવા માટે પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે.

રીપોર્ટર :પંકજ સાધુ પાટણ

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,171