ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / અમરેલી

બાબરા પો.સ્ટે. ઇંગ્લીશ દારૂ તથા વાહન અકસ્માતના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા "સોળ વર્ષથી”

બાબરા પો.સ્ટે. ઇંગ્લીશ દારૂ તથા વાહન અકસ્માતના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા "સોળ વર્ષથી”

લીસ્ટેડ નાસતા ફરતા રાજસ્થાન રાજ્યના આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા અને ખાસ પ્રોહીબીશન તેમજ એન.ડી.પી.એસ.ના કેસોમાં ફરાર આરોપીઓ પકડવા સારૂ જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ એ.ડી. ચાવડા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ દ્વારા બાબરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૯/૨૦૧૦ ઇ.પી.કો.ક.૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એકટ કલમ- ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ તથા બાબરા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૪૫/૨૦૧૦ પ્રોહી. કલમ ૬૬(બી), ૬૫-એ-ઇ, ૮૧ વિ. મુજબના કામે છેલ્લા સોળ વર્ષથી નાસતા ફરતા આરોપી કે જેનું નામ સરનામું અધુરૂ હોય જે બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મેળવી જાખલ ગામ તા.સાંચોર જિ.ઝાલોદ રાજસ્થાન ખાતે તપાસ તજવીજ કરી નાસતા ફરતા આરોપીને તા.૧૨/૦૩/૨૦૨૬ ના રોજ જાખલ ગામ તા.સાંચોર જિ.ઝાલોદ રાજસ્થાન ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ બાબરા પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.

વિગત:- આ કામે બાબરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૯/૨૦૧૦ ઇ.પી.કો.ક.૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એકટ કલમ-

૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ તથા બાબરા પો.સ્ટે. પ્રોહી. ગુ.૨.નં.૪૫/૨૦૧૦ પ્રોહી. કલમ ૬૬(બી), ૬૫-એ-ઇ, ૮૧ વિ. મુજબના ગુન્હાના કામે આશરે આશરે સોળ વર્ષ પહેલા મજકુર પોતાના હવાલાવાળી ટાવેરા કાર નં.GJ-03-AB-6283વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સાહેદના હોન્ડા મો.સા. સાથે અથડાવી ફરીયાદી તથા સાહેદને ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયેલ જે ટાવેરા ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતનો વિદેશી દારૂ બોટલ નંગ-૩૯૩ કિ.રૂ.૦૧,૧૭,૯૦૦/- તથા બિયરના ડબ્બા નંગ-૧૬૮ કિ.રૂ.૧૬૮૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૨૦૦૦/- મળી કુલ કિ.રૂ.૦૬,૩૬,૭૦૦/- ના મુદ્દામાલ સાથે અગાઉ ત્રણ આરોપી પકડાઇ ગયેલ જે કામે મજકુર આરોપી આજદિન સુધી નાસતો ફરતો જે કામે નામદાર કોર્ટ દ્વારા મજકુર આરોપીનું CRPC ક.૭૦ મુજબનું વોરંટ ઇશ્યુ કરેલ હતુ.

પકડાયેલ આરોપી:- કાળુસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ (રાજપુત) ઉ.વ.૩૬ ધંધો.ડ્રાઇવીંગ રહે.જાખલ તા.સાંચોર તા.જિ.ઝાલોદ રાજસ્થાન

પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ:-

(૧) ખેડા જિલ્લો નડીયાદ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૧૨૪/૨૦૧૬ IPC ૬.૪૦૬,૪૨૦,૪૬૭,૪૬૮,૧૨૦બી વિ. મુજબ

(૨) અમદાવાદ ગ્રામ્ય બગોદરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૦૦૪/૨૦૧૭ પ્રોહી ક.૬૫ એઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)

(૩) અમદાવાદ ગ્રામ્ય બગોદરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૦૩૨/૨૦૧૭ પ્રોહી ક.૬૫ એઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)

(૪) અમદાવાદ શહેર ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૬૦/૨૦૧૯ પ્રોહી ક.૬૫ એઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-

આ કામગીરી શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્વયે તથા શ્રી એ.ડી.ચાવડા પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી તથા એ.એસ.આઇ. એ.એમ.સોલંકી, કે.જે.બેરા તથા હેડ કોન્સ. પી.બી. સોંધરવા તથા જી.એમ.નગવાડીયા તથા આઉટ સોર્સ ડ્રાઇવર અશ્વિનભાઇ ચાવડા એ રીતેના જોડાયેલ હતા.

બ્યુરો ચીફ-યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,168