ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / પાટણ

પાટણ રાધનપુરમાં નગરપાલિકાના સ્વદેશી મેળામાં ગેરવ્યવસ્થા સામે આવી..

પાટણ : રાધનપુરમાં નગરપાલિકાના સ્વદેશી મેળામાં ગેરવ્યવસ્થા સામે આવી..

ત્રીજા દિવસે પણ સ્વદેશી મેળામાં મોટા ભાગના સ્ટોલ ખાલી જોવા મળ્યા..

પાટણ જિલ્લાના રાધનપુરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં ગેરવ્યવસ્થાના દૃશ્યો સામે આવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચ છતાં ત્રીજા દિવસે પણ મોટા ભાગના સ્ટોલ ખાલી જોવા મળતા પાલિકાના આયોજન પર સવાલો ઊભા થયા છે.

રાધનપુરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો શરૂઆતમાં ધામધૂમથી શરૂ થયો હતો, પરંતુ બીજા દિવસથી લઇને આજે ત્રીજા દિવસ સુધી સતત મેળા સ્થળે મોટા ભાગના સ્ટોલ 95% બંધ અથવા ખાલી જોવા મળી રહ્યા છે.મેળા સ્થળે નગરપાલિકાના કર્મચારીઓ અને સ્ટોલ ધારકો ગેરહાજર હોવા છતાં પંખા ચાલુ હાલતમાં જોવા મળતા વીજળીના બિનજરૂરી વેડફાટના દૃશ્યો પણ સામે આવ્યા છે.લાખો રૂપિયાના ખર્ચ છતાં મેળા સ્થળે યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. વેપારીઓ અને મુલાકાતીઓ માટે ચા-પાણી અને નાસ્તા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો સામે આવી છે.મેળાની શરૂઆતમાં ટોયલેટ જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ ન હતી. જોકે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ નગરપાલિકા ના સતાધિશોની આંખ ખુલી અને પડદા લગાવી ટોયલેટ સુવિધા બનાવી હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતના બે  દિવસ બાદ સમાચાર પ્રસિદ્ધ થતા તાત્કાલિક ટોયલેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

યોગ્ય આયોજન અને દેખરેખના અભાવે મેળામાં વેપારીઓ અને મુલાકાતીઓની સંખ્યા પણ ઘટી ગઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.લાખો રૂપિયાનો ખર્ચ કરીને સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય આયોજન અને સુવિધાઓના અભાવે સમગ્ર કાર્યક્રમ પર સવાલો ઊભા થયા છે.


આ સમગ્ર મામલે હવે શહેરમાં નગરપાલિકાના આયોજન અને ખર્ચ અંગે ચર્ચા તેજ બની છે અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.

રિપોર્ટ.પંકજ સાધુ , રાધનપુર, પાટણ.

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
3,086