કલોલ
ઠાકોર સમાજના ૩૫મા સમૂહ લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા
“વહુને દીકરી માની આદર-પ્રેમ આપવો જોઈએ” – સામાજિક પરિવર્તન માટે હર્ષ સંઘવીની અપીલ
.jpeg)
ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ૩૫મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તા. ૮ માર્ચે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં તેમણે નવપરિણીત યુગલોને આશીર્વાદ પાઠવ્યા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણાદાયક સંદેશ આપ્યો.
‘વહુ’ નહીં, ‘દીકરી’ માનીને સન્માન આપવાની અપીલકાર્યક્રમ દરમિયાન પરિવાર અને સમાજના મૂલ્યો અંગે વાત કરતા હર્ષ સંઘવીએ દીકરાઓની માતાઓને ભાવુક અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે કોઈ દીકરી પોતાનું ઘર છોડીને તમારા ઘરે વહુ બનીને આવે છે, ત્યારે તેને વહુ તરીકે નહીં પરંતુ પોતાની જ દીકરી માનીને આદર અને પ્રેમ આપવો જોઈએ.”તેમણે ઉમેર્યું કે જો દરેક પરિવારમાં આ વિચાર અમલમાં આવશે તો કૌટુંબિક વિવાદો ઘટશે અને સમાજમાં દીકરીઓ પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બનશે.
વિકાસયાત્રા : મોદીના પાયા પરથી પટેલના નેતૃત્વમાં આગળ વધતો ગુજરાત સરકારની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ઠાકોર સમાજ અને સરકાર વચ્ચેનો સંબંધ હૃદયથી જોડાયેલો છે. તેમણે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ વિકાસનો પાયો આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના નેતૃત્વમાં વધુ ઝડપથી આગળ વધી રહ્યો છે.તેમણે ઠાકોર સમાજના યુવાનોના વિકાસ અને મજબૂત નેતૃત્વ ઊભું કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું.
સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહ્વાન મંત્રીશ્રીએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આજે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી મદદ મળી રહી છે. તેમણે સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરીને સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર માહિતીના અભાવે આ યોજનાઓથી વંચિત ન રહે.સામાજિક દૂષણો દૂર કરવા સંકલ્પકાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને વ્યસન, કુરિવાજો અને અન્ય સામાજિક દૂષણો દૂર કરવા તેમજ શિક્ષણને પ્રાથમિકતા આપવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ સાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને લક્ષ્મણજી ઠાકોર ના પ્રયાસોથી સમાજ માટે નિર્માણ પામનાર શૈક્ષણિક ભવન અંગે મંત્રીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
આગેવાનોની ઉપસ્થિતિઆ સમૂહ લગ્નોત્સવમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, મુખ્ય યજમાન કાંતિજી ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.