ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / ગાંધીનગર

 કલોલ ધારાસભ્યશ્રી બકાજી ઠાકોરના હસ્તે શહેરમાં કુલ ₹1.36 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું

કલોલ ધારાસભ્યશ્રી બકાજી ઠાકોરના હસ્તે શહેરમાં કુલ ₹1.36 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું

 કલોલ ધારાસભ્યશ્રી બકાજી ઠાકોરના હસ્તે શહેરમાં કુલ ₹1.36 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું.. કલોલ શહેરના વોર્ડ નં. 11, 4 અને 5 ખાતે ધારાસભ્યશ્રી જનભાગીદારી ગ્રાન્ટમાંથી કુલ ₹1.36 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કલોલના ધારાસભ્યશ્રી બકાજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું.આ વિકાસકાર્યોમાં વિસ્તારના માર્ગ સુધારણા, નિકાશ વ્યવસ્થા મજબૂત બનાવવી તેમજ નાગરિક સુવિધાઓમાં વધારો થાય તેવા કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેના પરિણામે સ્થાનિક રહેવાસીઓને દૈનિક જીવનમાં વધુ સગવડ અને સુવિધા મળશે.

કાર્યક્રમ દરમિયાન કલોલ શહેર સંગઠન મહામંત્રી શ્રી યોગેશભાઈ પટેલ, કલોલ શહેર સંગઠન મહામંત્રી શ્રી પ્રકાશભાઈ નાયક, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેમાક્ષીબેન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પ્રકાશભાઈ વરગડે, વોર્ડ નં. 11ના કાઉન્સિલર શ્રીમતી મંજુલાબેન, વોર્ડ નં. 5 ના કાઉન્સિલર શ્રી તિમિરભાઈ જયસ્વાલ, કાઉન્સિલર શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી, વોર્ડ નં. 4 ના કાઉન્સિલર શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કાઉન્સિલર શ્રી અનિલાબેન પટેલ, કાઉન્સિલર શ્રી સુનિલભાઈ મહેરીયા, અનુસૂચિત જાતિ પ્રદેશના પૂર્વ મંત્રી શ્રી નિલેશભાઈ આચાર્ય સહિત સંગઠનના હોદ્દેદારો અને સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે ધારાસભ્યશ્રીએ વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને જણાવ્યું કે કલોલ શહેરના સર્વાંગી વિકાસ માટે આવનારા સમયમાં પણ આવા જનહિતના કાર્યો સતત આગળ વધારવામાં આવશે

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,182