બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા પોલારપુર ગામમાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂનું વેચાણ અને ઉત્પાદન બેરોકટોક ચાલી રહ્યું છે. વર્ષો પહેલા થયેલા રોજિદ ગામના ભયાનક લઠ્ઠાકાંડની યાદો હજુ તાજી છે, ત્યારે પોલારપુરમાં અને પણ તેવી જ રીતે ઝેરી દારૂની નું વેચાણ ધમધમી રહી હોવાની વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે તંત્ર જાગે અને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા આ દૂષણને જડમૂળથી નાબૂદ કરે.ભયના ઓથાર હેઠળ જીવતું પોલારપુર સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલારપુર ગામના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. દારૂના નશામાં ચૂર તત્વો જાહેરમાં રસ્તાઓ પર પડ્યા રહે છે અને અભદ્ર વર્તન કરે છે. ખાસ કરીને ગામની બહેન-દીકરીઓ અને બાળકો માટે રસ્તા પરથી પસાર થવું દુષ્કર બની ગયું છે. દારૂડિયાઓના ત્રાસને કારણે ગામની શાંતિ હણાઈ છે.
*માહિતી મુજબ, દારૂના અડ્ડાઓ કોઈ છૂપી જગ્યાએ નહીં પરંતુ જાણીતા સ્થળોએ ચાલી રહ્યા છે:
*શાહપુર રોડ: હાઈવે થી શાહપુર તરફ વળતા માત્ર 50 મીટરના અંતરે જ દારૂનું વેચાણ ચાલુ છે.
*દેવીપૂજક વાસ: ગામના દેવીપૂજક વાસ વિસ્તારમાં પણ દેશી દારૂની પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે.
*આ સ્થળોએ અસામાજિક તત્વોનો જમાવડો રહેતો હોવાથી સામાન્ય નાગરિકો ત્યાંથી પસાર થતા પણ ડરે છે.
*રોજિદ ગામની ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. પોલારપુરમાં પણ અત્યારે જે પ્રકારનો 'ઝેરી દારૂ' વેચાઈ રહ્યો છે, તે ગમે ત્યારે ફરીથી મોતનું તાંડવ સર્જી શકે છે. પોલારપુરના જાગૃત નાગરિકો અને આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં પોલીસ 'એક્શન મોડ'માં
આવીને આ દારૂના અડ્ડાઓ કાયમી ધોરણે બંધ નહીં કરાવે, તો ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે
રિપોર્ટર પ્રવીણ ડાભી બરવાળા