ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / બોટાદ

સ્વ. નટુભા દેવુભા ઝાલા ના પાવન સ્મરણાર્થે મહાવીર પ્રવેશ દ્વારનું લોકાર્પણ

રાણપુર તાલુકાના નાગનેશ ખાતે સ્વ. નટુભા દેવુભા ઝાલા ના સ્મરણાર્થે નિર્મિત ભવ્ય મહાવીર પ્રવેશ દ્વારનું સંતો-મહંતોના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સામાજિક ગૌરવના પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 પતિત પાવનદાસજી બાપુ (મોટા રામજી મંદિર, નાગનેશ), પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 નિર્મલદાસજી બાપુ (ગંગા મૈયા આશ્રમ, કાપડીયાળી), પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 ભાવેશ બાપુ (મહાકાળી ધામ, બોટાદ) તેમજ શ્રી આઈમાં દક્ષાબા (મોગલધામ, તરઘરા) ની પાવન ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ આધ્યાત્મિક મહિમા મળ્યો હતો.

તદુપરાંત લિંબડી વિધાનસભાના ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ જીતુભા રાણા અને ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહાવીર પ્રવેશ દ્વારના મુખ્ય દાતાશ્રીઓ તરીકે ઝાલા યોગેન્દ્રસિંહ નટુભા અને ઝાલા જીતેન્દ્રસિંહ નટુભા નો વિશેષ સન્માન કરવામાં આવ્યો હતો. સાથે મહાવીરસિંહ રાણા, જયવિરસિંહ ચુડાસમા, મહાવીરસિંહ ચુડાસમા, હાલુભા ચુડાસમા, વિક્રમસિંહ ઝાલા, અજીતસિંહ ઝાલા, હરપાલસિંહ ઝાલા, પથુભા ઝાલા, સંજયસિંહ ઝાલા સહિત અગ્રણીઓ અને સમસ્ત નાગનેશ ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સંતો-મહંતોએ આશીર્વચન આપતાં સ્વ. નટુભા દેવુભા ઝાલા ના સમાજપ્રેમી અને સેવાભાવી જીવનનું સ્મરણ કર્યું હતું. મહાવીર પ્રવેશ દ્વાર ગામ માટે ગૌરવનું પ્રતિક બનશે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

આ ભવ્ય આયોજનને લઈને સમગ્ર નાગનેશ ગામમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી.

AJAY PARMAR
News Creator
based in 91
Followers
0
Total News Views
2,631