માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વનું ગુજરાત ડેલીગેશન યુ.એસ. પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને રવિવારે કેનેડા પહોંચ્યું
.jpeg)
ટોરેન્ટો એરપોર્ટ પહોંચેલા મુખ્યમંત્રીશ્રીનું ગુજરાતી સમુદાયોના અગ્રણીઓ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા સ્વાગત કરાયું...
જ્યાં વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતી: મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રીએ કેનેડાના અર્થતંત્રમાં મળી રહેલા ગુજરાતીઓના મજબૂત સહયોગ અને સહકારની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા...
મુખ્યમંત્રીશ્રીએ આગામી વાઈબ્રન્ટ સમિટ 2027માં કેનેડાના ગુજરાતી સમુદાયોને જોડાવવા આમંત્રણ પાઠવ્યું...

*જ્યાં વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
----------
*ટોરેન્ટો એરપોર્ટ પર પરંપરાગત સ્વાગત અને ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડા દ્વારા સત્કાર સમારોહ યોજાયો*
---------
_*:મુખ્યમંત્રીશ્રી:*_
* *1960થી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલું ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં બે દાયકાની અવિરત વિકાસયાત્રાથી દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.*
* *કેનેડાના અર્થતંત્રમાં ગુજરાતીઓનો મજબૂત સહયોગ-સહકાર મળ્યો છે.*
* *ગુજરાતમાં રોકાણથી જન્મભૂમિનું ઋણ અદા કરવા ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડાના સભ્યોને અનુરોધ.*
---------
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવભેર જણાવ્યું છે કે, જ્યાં પણ વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતીની આગવી ઓળખ છે.
મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળના સ્વાગત માટે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડાએ આયોજિત કરેલા સત્કાર સમારોહમાં શ્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વનું ગુજરાત ડેલીગેશન યુ.એસ. પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને રવિવારે કેનેડા પહોંચ્યું છે. ટોરેન્ટો એરપોર્ટ પહોંચેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું પરંપરાગત સ્વાગત ગુજરાતી સમુદાયોના અગ્રણીઓ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા થયું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સત્કાર સમારોહમાં ગુજરાતી સમુદાયો સાથે સંવાદ કરતા ગુજરાતની ભૂતકાળની સ્થિતિ અને હાલ દેશના ગ્રોથ એન્જિન તરીકેની ઓળખ બેયની વિષદ છણાવટ કરતાં કહ્યું કે, 1960માં અલગ રાજ્ય તરીકે ગુજરાત જુદું પડ્યું ત્યારે રોડ-રસ્તા, ગામડાઓમાં વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ પણ પૂરતી ન હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગુજરાત એ પરિસ્થિતિમાંથી બહાર આવીને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા મોટા લક્ષ્યો સાથે વિકાસનો જે વિચાર આપ્યો છે તેના જ પરિણામે આજે આખા ગુજરાતનું ડેવલપમેન્ટ ખૂબ સારી રીતે થઈ શક્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, દરેક ગુજરાતી ગૌરવ લઈ શકે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતની ધરતીના એવા પુત્ર છે કે વડાપ્રધાન તરીકે જે જે દેશમાં ગયા ત્યાં તેમને સર્વોચ્ચ સન્માનથી સન્માનવામાં આવ્યા છે. ભારતના પાસપોર્ટની વેલ્યુ વધી છે અને ભારતીયો-ગુજરાતીઓ પ્રત્યે જોવાની સ્થિતિમાં પણ મોટો બદલાવ આવ્યો છે.
તેમણે ગુજરાતના સર્વાંગી વિકાસની ભૂમિકા ફેડરેશન ઓફ ગુજરાત-કેનેડાના પરિવારો સમક્ષ આપતા કહ્યું કે, ગુજરાત એટલે વિકાસ આ બેય શબ્દો પર્યાય બની ગયા છે. ગુજરાતમાં 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયા છે. એટલું જ નહીં, વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવતું થયું છે.
મુખ્યમંત્રીશ્રીએ કેનેડાના અર્થતંત્રમાં મળી રહેલા ગુજરાતીઓના મજબૂત સહયોગ અને સહકારની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે એમ પણ જણાવ્યું કે, કેનેડાના ગુજરાતી ઉદ્યોગ સાહસિકોએ જન્મભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવા ગુજરાતમાં પણ રોકાણો માટે આવવું જોઈએ.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ 2027માં કેનેડાના ગુજરાતી સમુદાયોને જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, અધિક મુખ્ય સચિવશ્રીઓ સર્વેશ્રી ટી.નટરાજન, શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અગ્ર સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે સહિત ગુજરાત ડેલિગેશનના સભ્યો અને ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડાના સદસ્યો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
-------