
કલોલમાં રક્ષાબંધનની આગોતરી ઉજવણી: ધારાસભ્ય બકાજી ઠાકોરને રાખડી બાંધવા બહેનોની મોટી સંખ્યામાં હાજરી

કલોલ: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ લાગણીના તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સમગ્ર કલોલ શહેરમાં તહેવારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં રાખડી અને મીઠાઈની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ કલોલના લોકપ્રિય ધારાસભ્ય બકાજી ઠાકોરની

ઓફિસ ખાતે પણ રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને મોટી સંખ્યામાં બહેનો ધારાસભ્ય બકાજી ઠાકોરની ઓફિસ ખાતે પહોંચી હતી. મહિલાઓ, કલોલ નગરપાલિકાની કાઉન્સિલર બહેનો તેમજ ભાજપ સંગઠન સાથે જોડાયેલી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. બહેનોએ ધારાસભ્ય બકાજી ઠાકોરના હાથ પર રાખડી બાંધી

રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉર્વશીબેન પટેલે પણ ધારાસભ્ય બકાજી ઠાકોરને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.
બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણીસભર અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.
ધારાસભ્ય બકાજી ઠાકોર દ્વારા પણ રક્ષાબંધનના આ પવિત્ર પ્રસંગે પોતાની બહેનોની જેમ રાખડી બાંધવા આવેલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બહેનો માટે ભેટ તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવતા બહેનોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

ખાસ વાત એ રહી કે દિવ્યાંગ બહેનોએ પણ ધારાસભ્ય બકાજી ઠાકોરને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. ધારાસભ્ય દ્વારા પણ બહેનો સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી તેમની લાગણીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહેનોએ ધારાસભ્યને આશીર્વાદ આપી તેમના સુખાકારી અને જનસેવાના કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ, લાગણી અને એકબીજાની રક્ષા કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે. કલોલમાં યોજાયેલી આ આગોતરી ઉજવણીમાં પણ ભાઈ-બહેનના આ પવિત્ર સંબંધની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં બહેનોની હાજરી અને ઉત્સાહને પગલે ધારાસભ્ય બકાજી ઠાકોરની ઓફિસ ખાતે રક્ષાબંધનની આગોતરી ઉજવણી યાદગાર બની હતી. બહેનો સાથેનો આ આત્મીય મિલન અને રક્ષા સૂત્રનો પ્રસંગ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો.
લક્ષ ન્યુઝ - સંજય નાયક