
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નરહરિ અમીનની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી...

સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી આયોજિત વાર્ષિક એવોર્ડ સન્માન સમારોહમાં ગુજરાતના રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી ખેલાડીઓ અને કોચનું સન્માન...
.jpeg)
આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગુજરાતના રમત જગતમાં દીર્ઘકાલીન પ્રદાન આપવા બદલ બે દિગ્ગજોને પ્રતિષ્ઠિત 'લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો, જેમાં
વિશ્વવિખ્યાત ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદના કોચ રહી ચૂકેલા શ્રી મયૂર પટેલ તેમજ ગુજરાત ક્રિકેટમાં નિસ્વાર્થ સેવા આપી અનેક રણજી
.jpeg)
ટ્રોફી ખેલાડીઓનું ઘડતર કરનાર કોચ શ્રી જયપ્રકાશભાઈ પટેલનું વિશેષ બહુમાન કરાયું...