

રાણપુર તાલુકામાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીનો મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હોવાનું સામે આવ્યું છે. સવારે શરૂઆતથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને દિવસ દરમિયાન મતદાન મથકો પર મતદારોની સારો પ્રતિસાદ રહ્યો હતો. અને ગુંદા ગામના વરરાજાએ પોતાના લગ્નના ચોરી મંડપમાં જતા પહેલા મતદાન કર્યું અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી
મળતી માહિતી મુજબ રાણપુર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો તથા જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે મતદાન યોજાયું હતું. દિવસભર ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અંતિમ આંકડા મુજબ કુલ 64.53 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે, જે મતદારોમાં લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.
હાલ મતદાન પૂર્ણ થતાં જ ઉમેદવારોમાં જીત-હારને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને હવે તમામની નજર આવનારા મતગણતરીના પરિણામો પર ટકેલી છે.
રિપોર્ટર - અજય પરમાર રાણપુર બોટાદ