???????? ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધી કાઢતી ડભોઈ પોલીસ, વડોદરા ગ્રામ્ય
???????? શ્રી સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ "ઓપરેશન પરાક્રમ" અંતર્ગત બુટલેગરો, નશીલા પદાર્થોનો વેપાર કરનારાઓ, જુના ગુનાઓમાં ફરાર આરોપીઓ, જુગારીઓ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
???????? આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ. ટી. પટેલને બાતમી મળી હતી કે:
મહિન્દ્રા કંપનીની સફેદ રંગની TUV 300 કાર (રજી. નં. GJ-04-CJ-3079)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી છોટાઉદેપુર તરફથી નવલાડી–બુંજેઠા માર્ગે ડભોઈ થઈ વડોદરા મારફતે ભાવનગર લઈ જવામાં આવી રહ્યો છે.
તેમજ સફેદ રંગની ઈકો કાર (રજી. નં. GJ-04-EJ-2368)માં બે વ્યક્તિઓ TUV 300 કારનું પાઇલોટિંગ કરી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસની ટીમે પલાસવાડા રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ઈકો કાર આવતા તેને ખાનગી વાહનોની મદદથી રોકી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઈકો કારની પાછળ આવતી TUV 300 કારના ચાલકે પોલીસ કાર્યવાહી જોઈ જતા રોડ પર કાર મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ TUV 300 કારની તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ તથા ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.
ઝડપાયેલા આરોપીઓ
સંતોષભાઈ પ્રવીણભાઈ જેઠવા, ઉંમર 24 વર્ષ, રહેવાસી હાથબ, તા. જી. ભાવનગર.
સાગરભાઈ પ્રેમજીભાઈ બારૈયા, ઉંમર 21 વર્ષ, રહેવાસી હાથબ, તા. જી. ભાવનગર.
ફરાર આરોપી
યોગેશભાઈ ઉર્ફે પથુ લાભુભાઈ જેઠવા, રહેવાસી હાથબ, તા. જી. ભાવનગર.
કબ્જે કરાયેલ મુદ્દામાલ
ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની ક્વાર્ટર બોટલો, પેટીઓ તથા બિયર ટીન સહિત કુલ 1,384 નંગ.
મહિન્દ્રા TUV 300 કાર (GJ-04-CJ-3079) – અંદાજિત કિંમત ₹1,00,000.
ઈકો કાર (GJ-04-EJ-2368) – અંદાજિત કિંમત ₹3,00,000.
બે મોબાઇલ ફોન – અંદાજિત કિંમત ₹4,000.
કુલ મુદ્દામાલની કિંમત: ₹8,46,424/-.
???????? રિપોર્ટર: આતિશસિંહ ઠાકોર ડભોઈ