ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / ગાંધીનગર

ગાંધીનગરના જિલ્લા કલેક્ટર તરીકે વિધિવત પદભાર સંભાળતા શ્રી રવિન્દ્ર ખટાલે

*ગાંધીનગરના જિલ્લા કલેક્ટર તરીકે વિધિવત પદભાર સંભાળતા શ્રી રવિન્દ્ર ખટાલે*

ગાંધીનગર જિલ્લાના નવા કલેક્ટર તરીકે શ્રી રવિન્દ્ર ખટાલે (IAS, 2016 બેચ) એ આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. ગાંધીનગર કલેકટર શ્રી તરીકે જોડાયા પહેલા તેઓ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા.

 નવ નિયુક્ત કલેક્ટર શ્રી રવિન્દ્ર ખટાલેનું ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન.વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ, પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, પ્રાંત અધિકારીશ્રીઓ તથા અન્ય અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગાંધીનગર કલેક્ટરનો વધારાનો હવાલો સંભાળતા શ્રી જે.એન. વાઘેલાને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
3,980