કલોલ
ભારત વર્લ્ડ કપ જીતતા કલોલમાં ઉજવણીનો માહોલ
સિદ્ધાર્થ શોપિંગ સેન્ટર ખાતે ફટાકડા ફોડી અને પેડાં વહેંચી આનંદ વ્યક્ત કર્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને પરાજય આપી ચેમ્પિયન બનતા દેશભરમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. ભારતની આ ઐતિહાસિક જીતને લઈને કલોલ શહેરમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ શોપિંગ સેન્ટર ખાતે ભાજપ આગેવાન નિલેશ આચાર્ય ના જનસેવા કાર્યાલય પર ભારતની જીતની ખુશીમાં તિરંગો લહેરાવી ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને એકબીજાને પેડાં ખવડાવી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
.jpeg)
આ પ્રસંગે હાજર લોકોએ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નાદ સાથે દેશપ્રેમનો જુસ્સો વ્યક્ત કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો અને ક્રિકેટપ્રેમીઓએ ટીમ ઇન્ડિયાની જીતને યાદગાર બનાવી હતી.
ઉજવણી દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારતની જીતની ખુશી વહેંચી હતી.