બ્રેકિંગ ન્યુઝ | કલોલ – રબરના ગોડાઉનમાં ભીષણ આગ

કલોલ તાલુકાના ભોયણ–મોટી કારોલી રોડ પર આવેલા રબરના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
માહિતી મુજબ ગોડાઉનમાં ટ્યુબ–ટાયર તથા વપરાયેલા ટાયરોનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો, જ્યાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.
આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જે દૂર દૂર સુધી દેખાતા લોકોમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ કલોલ ફાયર બ્રિગેડ, ગાંધીનગર ફાયર બ્રિગેડ તેમજ નજીકના ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી છે.

પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ભીડને દૂર રાખી સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યો છે. આગના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા.
હાલ સુધી કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, પરંતુ ગોડાઉનમાં મોટાપાયે માલસામાન બળીને ખાક થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
લક્ષ ન્યુઝ - સંજય નાયક
M.8153008881