રાણપુર તાલુકાના ઉમરાળા ગામે લુટના બનાવવામાં આરોપીને સાથે લઈને પોલીસ દ્વારા રીં કન્ટ્રક્શનકરાવીયુ
રાણપુર વિસ્તારમાં થયેલ વૃદ્ધા લૂંટ કેસમાં રાણપુર પોલીસ દ્વારા આજે મહત્વની કાર્યવાહી
કરવામાં આવી છે.
વૃદ્ધા પાસેથી સોનાના દાગીના લૂંટવાના કેસમાં ઝડપાયેલા આરોપીનું ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
બે દિવસ પહેલા એલસીબી પોલીસે કાનીયાડ ગામ નજીકથી આરોપી હરેશ મેણીયા નામના શખ્સને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ બાદ આજે રાણપુર પોલીસે તેને સાથે રાખી લૂંટની ઘટના કેવી રીતે બની હતી તેની વિગતવાર માહિતી મેળવવા માટે ઘટનાસ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, થોડા દિવસ પહેલા ઉમરાળા ગામ પાસે આરોપીએ એક વૃદ્ધ મહિલાને લિફ્ટ આપવાની લાલચ આપી હતી. બાદમાં આરોપી વૃદ્ધાને એક અવાવરું જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેણે મહિલાના કાનમાં પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી.
આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે આરોપી પાસેથી વધુ તપાસ શરૂ કરી છે અને લૂંટમાં વપરાયેલા સાધનો તેમજ લૂંટાયેલા દાગીના અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રાણપુર પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગુનાખોરી પર અંકુશ લાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે.
રિપોર્ટર અજય પરમાર રાણપુર