*શહેરના બંને છેડા અને તમામ પ્લેટફોર્મને જોડતો 40 ફૂટ પહોળો ફૂટ ઓવર બ્રિજ, લિફ્ટ તેમજ આધુનિક મુસાફર સુવિધાઓ વિકસાવવામાં આવી*
*આશરે 14,000 ચોરસ ફૂટના આધુનિક સ્ટેશન ભવન અને 20,000 ચોરસ ફૂટના કવર શેડથી મુસાફરોને મળશે વધુ સારી સુવિધા*
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના કલોલ રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આશરે ₹48.22 કરોડના ખર્ચે વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. પુનર્વિકાસ બાદ સ્ટેશનને આધુનિક, સુરક્ષિત, સુગમ અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. સ્ટેશન ભવનનું ઉન્નતીકરણ, નવો એન્ટ્રી ગેટ અને પોર્ચ, આકર્ષક ફસાડ, વિશાળ સર્ક્યુલેટિંગ એરિયા, પાર્કિંગ, ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મનું વિસ્તરણ, કવર ઓવર પ્લેટફોર્મ તેમજ બીજા પ્રવેશદ્વાર સહિતના તમામ મુખ્ય કામો પૂર્ણ થઈ ચૂક્યા છે.

*14,000 ચોરસ ફૂટનું આધુનિક સ્ટેશન ભવન*
કલોલ સ્ટેશન પર આશરે 14,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આધુનિક સ્ટેશન ભવન વિકસાવવામાં આવ્યું છે. સ્ટેશન ભવનમાં મુસાફરોની સુવિધા માટે વધુ સારી મુસાફર સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેશનના નવા ભવનને આધુનિક સ્થાપત્ય શૈલી અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે તથા આકર્ષક ફસાડ અને ભિત્તિચિત્રો (Murals) દ્વારા સ્ટેશન પરિસરનું સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે.

*બે નવા પ્રવેશ અને નિકાસ દ્વાર*
મુસાફરોની અવરજવરને સુગમ બનાવવા માટે 70 અને 80 ચોરસ ફૂટ પહોળા બે નવા પ્રવેશદ્વાર તેમજ સમાન કદના બે બહાર નીકળવાના દ્વાર વિકસાવવામાં આવ્યા છે. આ સુવિધાઓથી સ્ટેશનમાં મુસાફરોના પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બની છે.
*40 ફૂટ પહોળો ફૂટ ઓવર બ્રિજ અને લિફ્ટની સુવિધા*
મુસાફરોની સુરક્ષિત અને સુગમ અવરજવર માટે આશરે 7,000 ચોરસ ફૂટ વિસ્તારમાં 40 ફૂટ પહોળો અને 173 ફૂટ લાંબો ફૂટ ઓવર બ્રિજ (FOB) તૈયાર કરવામાં આવ્યો છે. આ ફૂટ ઓવર બ્રિજ શહેરના બંને છેડા તેમજ તમામ પ્લેટફોર્મોને જોડે છે, જેના કારણે મુસાફરોને પ્લેટફોર્મ બદલવામાં વધુ સુવિધા મળે છે.ફૂટ ઓવર બ્રિજ પર લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેનાથી વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો તેમજ અન્ય મુસાફરોને પ્લેટફોર્મ વચ્ચે અવરજવર કરવામાં વિશેષ સુવિધા મળશે.
*20,000 ચોરસ ફૂટનો કવર શેડ અને 2,370 ચોરસ ફૂટનો વેઇટિંગ હોલ
.jpeg)
મુસાફરોને હવામાનથી સુરક્ષા અને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે પ્લેટફોર્મ પર આશરે 20,000 ચોરસ ફૂટનો કવર શેડ વિકસાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આશરે 2,370 ચોરસ ફૂટનો વિશાળ વેઇટિંગ હોલ મુસાફરોને આરામદાયક પ્રતીક્ષાસ્થળની સુવિધા પૂરી પાડે છે.
*55 કાર અને 110 દ્વિચક્રી વાહનો માટે પાર્કિંગ*
સ્ટેશન પરિસરમાં આશરે 18,750 ચોરસ ફૂટ વિસ્તારમાં વ્યવસ્થિત પાર્કિંગ સુવિધા વિકસાવવામાં આવી છે. અહીં 55 કાર અને 110 દ્વિચક્રી વાહનોના પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. તેનાથી સ્ટેશન પરિસરમાં વાહનોની અવરજવર અને પાર્કિંગ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બની છે.
*પ્લેટફોર્મ વિસ્તરણ, COP અને બીજા પ્રવેશદ્વારનો વિકાસ*
મુસાફરોની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ વિસ્તરણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કવર ઓવર પ્લેટફોર્મ (COP)નું કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. સ્ટેશન પર બીજા પ્રવેશદ્વાર (Second Entry)નો વિકાસ કરવામાં આવ્યો છે, જેના કારણે શહેરના બંને તરફથી સ્ટેશન સુધી પહોંચવું વધુ સુવિધાજનક બન્યું છે.

*દરરોજ આશરે 2,500 મુસાફરોને મળશે લાભ*
હાલમાં આશરે 2,500 મુસાફરો દરરોજ કલોલ સ્ટેશનનો ઉપયોગ કરે છે અને 30 થી વધુ ટ્રેનો અહીં નિયમિત રીતે ઊભી રહે છે. સ્ટેશનના પુનર્વિકાસથી મુસાફરોને આધુનિક સુવિધાઓ, વધુ સારી કનેક્ટિવિટી અને વધુ સુવ્યવસ્થિત સ્ટેશન પરિસરનો લાભ મળશે.
*ભવિષ્યની મુસાફર જરૂરિયાતોને અનુરૂપ વિકસાવવામાં આવેલ સ્ટેશન*
વિસ્તારની વધતી જતી વસ્તી અને ભવિષ્યની મુસાફર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કલોલ સ્ટેશનને દરરોજ આશરે 40,000 મુસાફરોની અવરજવરને સંભાળી શકે તેવી ક્ષમતા અનુસાર વિકસાવવામાં આવ્યું છે. સ્ટેશનના પુનર્વિકાસથી મુસાફર સુવિધાઓમાં વ્યાપક સુધારાની સાથે શહેરના બંને ભાગો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી પણ સુનિશ્ચિત થઈ છે.
*કલોલ માટે આધુનિક રેલ સુવિધાઓનું નવું કેન્દ્ર*
કલોલ સ્ટેશનનો પુનર્વિકાસ મુસાફરોના મુસાફરી અનુભવને વધુ સારો બનાવવાની સાથે-સાથે પ્રાદેશિક વિકાસને પણ નવી ગતિ આપશે. આધુનિક સ્ટેશન ભવન, વધુ સારી પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા, વિશાળ કવર શેડ, વેઇટિંગ હોલ, પાર્કિંગ, લિફ્ટ સુવિધાયુક્ત ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ વિસ્તરણ તેમજ બીજા પ્રવેશદ્વાર જેવી સુવિધાઓ સાથે પુનર્વિકસિત કલોલ સ્ટેશન કલોલ તથા આસપાસના વિસ્તારો માટે આધુનિક, સ્માર્ટ અને સુગમ રેલ પરિવહનનું મુખ્ય કેન્દ્ર બનીને તૈયાર થયું છે.