લાખણી: વાવ-થરાદ જિલ્લામાં આવેલા લાખણી તાલુકાના ભેમાજી ગોળિયા પ્રાથમિક શાળા ખાતે આજે CRC કક્ષાના બાળમેળાનું સુંદર અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના વડીલો, આગેવાનો તેમજ તાલુકા કક્ષાના આગેવાનો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
બાળમેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતગમત, સર્જનાત્મક, શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
બાળમેળા દરમિયાન વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન મળે તેમજ તેમનામાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને ટીમવર્કની ભાવના વિકસે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષણ સાથે બાળપણની ખુશીઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો સુંદર સંગમ કરાવતો આ બાળમેળો વિદ્યાર્થીઓ માટે આનંદમય અને યાદગાર બની રહ્યો હતો.
અહેવાલ : રૂડાભાઈ રાજપૂત
લક્ષ ન્યૂઝ રિપોર્ટર, લાખણી