ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું ગુજરાત / ગાંધીનગર

માણસા તાલુકાના ધોળાકુવા-૨ અને અંબોડ આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ પોષણ કાર્યક્રમો અને 'આંગણ ઉત્સવ'ની ઉજવણી કરાઈ

સગર્ભા માતાઓ, કિશોરીઓ અને બાળકોને કીટ તેમજ સુખડી-ફળનુ વિતરણ કરાયું:ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આંગણવાડી વર્કર, હેલ્પર અને આશાબેનોનું સન્માન કરાયું

માણસા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કલ્યાણકારી પ્રવૃત્તિઓ તેમજ બાળ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ધોળાકુવા-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે પોષક કીટ વિતરણ અને પુંધરા સેજાના અંબોડ આંગણવાડી કેન્દ્ર પર 'આંગણ ઉત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

 

      આ પ્રસંગે ધોળાકુવા-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે કુપોષણ મુક્ત થયેલા બાળકો, એનેમિક સગર્ભા મહિલાઓ તેમજ ઓછું એચ.બી. ધરાવતી કિશોરીઓને પોષક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમામ ઉપસ્થિત લાભાર્થીઓને સુખડી તથા તાજા ફળોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

 

      બીજી તરફ, પુંધરા સેજા હેઠળ આવતા અંબોડ આંગણવાડી કેન્દ્ર ખાતે 'આંગણ ઉત્સવ'ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ બંને કાર્યક્રમો થકી ગ્રામ્ય વિસ્તારમાં બાળ આરોગ્ય, મહિલા પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.આરોગ્ય અને પોષણ ક્ષેત્રે સમર્પિત કામગીરી બદલ આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કર બહેનોનું પ્રમાણપત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ચેરમેન શ્રી મહેશજી આત્મારામજી, તાલુકા પંચાયત સદસ્યશ્રી, પૂર્વ ઉપપ્રમુખશ્રી નિકુંજકુમાર ઠાકોર, સરપંચશ્રી ભીખાભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચશ્રી શૈલેષબેન ઠાકોર, મુખ્ય સેવિકાશ્રી ગાયત્રીબેન પ્રજાપતિ, મહિલા મોરચા પ્રમુખશ્રી નિરૂપાબેન પટેલ તથા FHW ભારતીબેન,આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, આશા વર્કરો, ભૂલકાંઓ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓએ સહભાગી થયા હતા.

લક્ષ ન્યુઝ 

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
18,396