ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / બનાસકાંઠા

બનાસકાંઠામાં “સફળતાનું પંચામૃત” ડિજિટલ પુસ્તકનું જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના હસ્તે વિમોચન



*વિધાર્થીઓને ઉપયોગી ગણિત-વિજ્ઞાન માટે ડિજિટલ માર્ગદર્શિકા: બોર્ડ પરીક્ષાની તૈયારીમાં સહાયક “સફળતાનું પંચામૃત” પુસ્તક લોન્ચ કરાયું*
______
 

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા “ગણિત અને વિજ્ઞાન વિષયનું સફળતાનું પંચામૃત” નામના ડિજિટલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં એક મહત્વપૂર્ણ પગલું ઉમેરાયું છે, જે વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની તૈયારીમાં માર્ગદર્શન પૂરું પાડશે.

આ ડિજિટલ પુસ્તક જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ. હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તજજ્ઞ શિક્ષકોના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. વિષય નિષ્ણાતોએ બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રના સ્વરૂપ અને વિદ્યાર્થીઓને આવતી મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને પુસ્તકનું આયોજન કર્યું છે, જેથી વિદ્યાર્થીઓ સરળ રીતે અભ્યાસ કરી શકે અને પરિણામમાં સુધારો મેળવી શકે. ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયો માટે તૈયાર કરાયેલ આ પુસ્તક સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે. પુસ્તકમાં સમાવાયેલ વિષયવાર માર્ગદર્શન, મહત્વના પ્રશ્નો, પરીક્ષાકીય ટિપ્સ અને સમજણ આધારિત અભ્યાસ સામગ્રી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસપૂર્વક તૈયારી કરવા માટે મદદરૂપ બનશે.

આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં આપવામાં આવેલા ક્યુઆર કોડ સ્કેન અથવા ટચ કરીને તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક વિડિયો પણ જોઈ શકાય છે. આથી વિદ્યાર્થીઓને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા વિષય વધુ સારી રીતે સમજવામાં સહાય મળશે. ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ આ પુસ્તક આજના યુગની જરૂરિયાતોને અનુરૂપ છે. પુસ્તક તૈયાર કરવા માટે બનાસકાંઠા જિલ્લાના વિષય તજજ્ઞોએ નોંધપાત્ર મહેનત કરી છે. શિક્ષકોના સંયુક્ત પ્રયત્નોથી તૈયાર થયેલ આ સામગ્રી જિલ્લાની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો લાવશે અને વિદ્યાર્થીઓને સફળતા તરફ દોરી જશે.

જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી, બનાસકાંઠા તરફથી જિલ્લાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ ડિજિટલ પુસ્તકનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. સાથે સાથે વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

 

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,723