શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢ ખાતે વિદ્યાર્થી આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો.
શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ થાનગઢ ખાતે તારીખ 5અને 6 ફેબ્રુઆરીના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ અને થાનગઢ આરોગ્ય વિભાગના શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત ડો. સોનગરાના સહયોગથી દ્વિદ્યાર્થી આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવામાં આવેલ હતો. જેમાં શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ થાનગઢ ના ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીનું લોહી પરીક્ષણ કરી હિમોગ્લોબિનની ટકાવારી ચકાસવામાં આવી હતી. અને આંખોની તપાસ કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને લોહીમાં હિમોગ્લોબિનની ટકાવારી ઓછી હતી તેમને હિમોગ્લોબિનના ટકા વધે એવી ગોળીઓ આપવામાં આવેલ. અને જેમને આંખમાં જોવામાં ખામી હતી તેમને યોગ્ય નંબર વાળા ચશ્મા સ્થળ પર જ આપવામાં આવેલ હતા.
આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા સમગ્ર શાળા પરીવારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર - જયેશભાઈ મોરી