ગાંધીનગર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે ઉર્વશીબેન પટેલની નિમણૂક બદલ કલોલમાં અભિનંદન મુલાકાત
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે શ્રીમતી ઉર્વશીબેન મુકેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવતા કલોલ ધારાસભ્ય કાર્યાલય ખાતે શુભેચ્છા અને અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કલોલના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોરના નેતૃત્વમાં મહિલા મોરચાની ટીમ દ્વારા શ્રીમતી ઉર્વશીબેન પટેલને શુભેચ્છા પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોરે જણાવ્યું હતું કે, “શ્રીમતી ઉર્વશીબેન પટેલની નિમણૂકથી ગાંધીનગર જિલ્લા મહિલા મોરચાને નવી ઊર્જા મળશે. તેમની સંગઠનાત્મક ક્ષમતા અને અનુભવથી મહિલાઓને સંગઠિત કરી પાર્ટીને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”
શ્રીમતી ઉર્વશીબેન પટેલે આ અવસરે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “પાર્ટી દ્વારા સોંપવામાં આવેલી આ જવાબદારીને પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવશે. મહિલાઓના સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સમાજમાં તેમની ભૂમિકા વધુ મજબૂત બને તે માટે સતત કાર્ય કરીશું.”
આ મુલાકાત દરમિયાન મહિલા મોરચાની ટીમના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. સૌએ સંગઠનને વધુ સશક્ત બનાવવા તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકહિતકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, શ્રીમતી ઉર્વશીબેન પટેલ લાંબા સમયથી ભાજપ સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતી આવી છે. તેમની નિમણૂકને લઇ કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી.(1).jpeg)
