ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / ગાંધીનગર

કલોલ-છત્રાલમાં સમસ્ત મેવાડ મિત્ર મંડળ દ્વારા અખંડ રામધૂનનું આયોજન

કલોલ-છત્રાલમાં સમસ્ત મેવાડ મિત્ર મંડળ દ્વારા અખંડ રામધૂનનું આયોજન

24 કલાક રામધૂન સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ, મેવાડ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતે સમસ્ત મેવાડ મિત્ર મંડળ દ્વારા પ્રથમ વખત ભક્તિમય અને સામાજિક એકતાનો સંદેશ આપતું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતાપપુરા રોડ નજીક આવેલા છબીલા હનુમાનજી મંદિર ખાતે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક કાર્યક્રમમાં કલોલ તેમજ છત્રાલ વિસ્તારના મેવાડ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર 24 કલાક દરમિયાન ભક્તોએ રામધૂનમાં જોડાઈને ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી રામનું સ્મરણ કર્યું હતું.

કાર્યક્રમના ભાગરૂપે છત્રાલ હાઈવે પરથી છબીલા હનુમાનજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળેલી શોભાયાત્રાથી સમગ્ર વિસ્તાર રામનામના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.

સમસ્ત મેવાડ મિત્ર મંડળ દ્વારા સમાજમાં એકતા, સંગઠન અને પરસ્પર પ્રેમભાવ જળવાઈ રહે તેવા શુભ હેતુ સાથે સૌપ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમ દરમિયાન મેવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ એકબીજા સાથે મળ્યા હતા અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો.અખંડ રામધૂન દરમિયાન સમાજના લોકોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભાગ લઈ રામધૂન બોલાવી હતી. ધાર્મિક કાર્યક્રમ સાથે સામાજિક એકતાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા સમાજના લોકો માટે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, ઉત્સાહ અને ભાઈચારાનું વાતાવરણ જોવા મળ્યું હતું. સમસ્ત મેવાડ મિત્ર મંડળના આ આયોજનને સમાજના લોકો દ્વારા આવકારવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં પણ સમાજની એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવે તેવા કાર્યક્રમો યોજાય તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

લક્ષ ન્યુઝ - કલોલ 

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
18,384