કલોલના સાંતેજ ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

દીપ પ્રાગટ્ય, મહાઆરતી, ભજન-કીર્તન અને સ્વચ્છતા અભિયાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી
કલોલ: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં ધાર્મિક માહોલ સાથે સ્વચ્છતા અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજાતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

સાંતેજ ગ્રામ પંચાયત દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામના વિવિધ મંદિરો ઉપરાંત ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગ, દૂધ મંડળી (ડેરી) સહિત ગામના વિવિધ સ્થળોએ દીપ પ્રગટાવી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ ઉપરાંત ગામના જાહેર સ્થળો અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સ્વચ્છતા જાળવવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ગામ અને સ્વસ્થ સમાજના સંદેશ સાથે યોજાયેલા આ અભિયાનમાં સ્થાનિક લોકોનો પણ સહયોગ મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સાંતેજ ગામ ખાતે મહાઆરતી તેમજ ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે સાંતેજ ગામના સરપંચ શનિભાઈ શાહ, કલોલ તાલુકા સદસ્ય ડઈબેન કલુજી ઠાકોર, માજી તાલુકા સદસ્ય ચેતનજી ઠાકોર, તાલુકા ભાજપ મહામંત્રી ભરતજી ઠાકોર, માજી સરપંચ રમેશજી ઠાકોર, માજી તાલુકા સદસ્ય જયેન્દ્રભાઈ કોઠારી, માજી જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઈ શાહ, તલાટી કમ મંત્રી આશિષભાઈ દેસાઈ, ગ્રામ પંચાયતના સભ્યો સહિત સમસ્ત સાંતેજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટ્ય, ધાર્મિક આયોજન અને સ્વચ્છતા અભિયાનના માધ્યમથી સેવા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમોથી સાંતેજ ગામમાં દિવસભર ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

લક્ષ ન્યુઝ - કલોલ