સાચા કાર્યકરની ઓળખ હોદ્દાથી નહીં, પરંતુ નિષ્ઠાપૂર્વક નિભાવેલી જવાબદારીથી થાય છે!
પોતાની જ જિલ્લા પંચાયતની ધરતી પર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શુભ હસ્તે BBBRC ભીલડીના ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
આટલા મોટા ઐતિહાસિક કાર્યક્રમમાં કોઈ વિશેષ સ્થાન કે VVIP પ્રોટોકોલની અપેક્ષા રાખ્યા વિના, માત્ર એક જ ધ્યેય સાથે કે કાર્યક્રમમાં આવનાર દરેક મહેમાન અને જનતાને કોઈ મુશ્કેલી ન પડે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય, તે માટે એક સામાન્ય કાર્યકરની જેમ પાર્કિંગ વ્યવસ્થાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી.
કારણ કે રાજકારણમાં ઓળખ મંચ પર બેસવાથી નહીં, પરંતુ જરૂરિયાતના સમયે મેદાનમાં ઊભા રહેવાથી બને છે.
હોદ્દો મળે તો જવાબદારી નિભાવવી અને હોદ્દો ન હોય તો પણ સંગઠન માટે સમર્પિત રહેવું એ જ સાચા કાર્યકરના સંસ્કાર છે.
પદની લાલસા નહીં, સેવાની ભાવના…
પ્રચારની અપેક્ષા નહીં, સંગઠન પ્રત્યેની નિષ્ઠા…!
એહવાલ વિક્રમસિંહ રાઠોડ ભીલડી