ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું ગુજરાત / બનાસકાંઠા

​ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો

​ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો : લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારીજો સામે સકંજો
આરોગ્ય માટે જોખમી કલર પાવડર જપ્ત: ફૂડ સેફ્ટી વિભાગે 9 સેમ્પલ ચકાસણી માટે મોકલ્યા

જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 23 ઓગસ્ટ, 2026ના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી. એચ. પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડીસા GIDC પ્લોટ નં. 51 ખાતે આવેલી મેસર્સ શ્રી દર્શન માર્કેટિંગ પેઢી પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પેઢીના માલિક શ્રી શિવમ સંજયકુમાર મહેસુરીયા દ્વારા મરચું પાવડરના ઉત્પાદનમાં કૃત્રિમ રંગ (ડાઈ), ઘઉંનું ભૂસું અને ધાણા પાવડર જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.

સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી એચ. વી. ગુર્જર, ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એમ. એલ. ગુર્જર તથા શ્રી કે. કે. ચૌધરી દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી વાનના કેમિસ્ટ શ્રી પી. એમ. ચૌધરીએ 'મેજિક બોક્સ' દ્વારા કરેલી પ્રાથમિક તપાસમાં મરચું પાવડરના નમૂનાઓમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ સ્થળ પરથી મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 નમૂનાઓ લેવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન કુલ 3,571 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો, અંદાજિત રૂ. 2.45 લાખની કિંમતનો, જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત પેઢીમાં મળી આવેલા અંદાજે 2,500 કિલોગ્રામ એક્સપાયરી તથા બિન-આરોગ્યપ્રદ લૂઝ મરચું પાવડરનો જથ્થો ડમ્પિંગ સાઇટ ખાતે તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આમ કુલ 6,071 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,156