ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું ગુજરાત / પાલનપુર

પાલનપુર અને ડીસા પંથકમાં ખાણીપીણીના એકમો પર દરોડા: ૧૫ કિલો અખાદ્ય ખોરાક અને ૧૦ લિટર બળેલું તેલ સ્થળ પર નષ્ટ કરાયું

પાલનપુર અને ડીસા પંથકમાં ખાણીપીણીના એકમો પર દરોડા: ૧૫ કિલો અખાદ્ય ખોરાક અને ૧૦ લિટર બળેલું તેલ સ્થળ પર નષ્ટ કરાયું
નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર સક્રિય: હાઈવે હોટલોથી લઈને લારીઓ સુધી ઝીણવટભરી તપાસ

બનાસકાંઠા જિલ્લામાં નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિનિયર ફૂડ સેફટી ઓફિસર શ્રીમતી એચ.વી. ગુર્જર, કુ. ઇ.એસ. પટેલ, શ્રી એમ.એલ. ગુર્જર તથા શ્રી કે.કે. ચૌધરીની સંયુક્ત ટીમો દ્વારા

ત|. ૧૯/૦૮/૨૦૨૬ અને તા. ૨૧/૦૮/૨૦૨૬ના રોજ જિલ્લામાં કુલ ૪૯ હોટલ તથા રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અત્યંત અનહાયજેનિક પરિસ્થિતિમાં ખાદ્ય સામગ્રી તૈયાર કરી

વેચાણ કરતી

ડીસાની હોટલ ડિલાઇટ રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ (પાટણ હાઇવે, ડીસા) તથા વડગામ તાલુકાના છાપી ચાર રસ્તા ખાતે આવેલી હોટલ પટેલ સામે કડક કાર્યવાહી કરી બંને પેઢીઓના ફૂડ લાયસન્સ સ્થગિત (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન વિવિધ સ્થળોએથી બિનઆરોગ્યપ્રદ અને અખાદ્ય જણાયેલ પાઉ, તૈયાર ખોરાક, દાળ, શબ્જી તથા સમોસા સહિત કુલ ૧૫ કિલોગ્રામ ખાદ્યચીજોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં, વડગામ તાલુકાના અમદાવાદ હાઇવે પર આવેલી હોટલ સહયોગ તથા હોટલ લગુન પાર્કને ખાદ્ય સ્વચ્છતા અને ગુણવત્તામાં સુધારો કરવા માટે ઇમ્પ્રુવમેન્ટ નોટીસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાણીપુરી તથા અન્ય ખાણીપીણીની લારીઓ માટે પણ ચકાસણી ડ્રાઇવ હાથ ધરાઈ હતી. ફૂડ સેફટી વાનના કેમિસ્ટ શ્રી પી.એમ. ચૌધરી દ્વારા પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૨૮ લારીઓ તથા

તેમના ઉત્પાદન સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્થળ પરથી મળી આવેલા આશરે ૧૨ કિલોગ્રામ સડેલા બટાકા, ૬ કિલોગ્રામ ચટણી તથા આશરે ૧૦ લીટર વપરાયેલું/બળેલું તેલનો અખાદ્ય જથ્થો સ્થળ પર જ

નાશ કરવામાં આવ્યો હતો.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તમામ ખાદ્ય વ્યવસાયકારો

(FBO)ને નિર્ધારિત ગુણવત્તાવાળા રો-મટીરીયલ્સનો ઉપયોગ કરવા, એપ્રન તથા કેપ ધારણ કરવા, ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકીને રાખવા તેમજ ખાદ્ય પરિસરમાં હાઇજેનિક કન્ડિશન જાળવવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ સ્થળ પર પૂરતી સાફ-સફાઈ જાળવવા પણ સૂચના આપવામાં આવી છે. નાગરિકોને સુરક્ષિત, શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ જિલ્લામાં આવી તપાસ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,163