ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / ગાંધીનગર

કલોલ GIDCમાં યુવક વીજ ડીપી પર ચડ્યો

કલોલ GIDCમાં યુવક વીજ ડીપી પર ચડ્યો, વાયર પકડવા જતા નીચે પટકાયો
કલોલ: કલોલ GIDCના ગેટ નંબર-1 નજીક વીજ ડીપી પર એક યુવક ચડી જતાં ભારે અફરાતફરી મચી હતી. પ્રાથમિક માહિતી મુજબ યુવક અસ્થિર હાલતમાં અને નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.


યુવક વીજ ડીપી પર ચડી ગયા બાદ સ્થાનિક લોકોએ તેને નીચે ઉતરવા માટે સમજાવ્યો હતો, પરંતુ યુવક નીચે ઉતરવા તૈયાર થયો ન હતો અને ડીપી પર ભારે ધમાલ મચાવી હતી. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.
દરમિયાન ડીપી પર ચડેલા યુવકે વીજ વાયર પકડવાનો પ્રયાસ કરતાં કરંટ લાગવાથી તે નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકને સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, કલોલ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ યુવકે ભારે હોબાળો કર્યો હતો. બનાવને પગલે થોડા સમય માટે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

લક્ષ ન્યુઝ - સંજય નાયક

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,175