ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું ગુજરાત / બનાસકાંઠા

ભાભરવાસીઓને અત્યાધુનિક એસી બસની ભેટ: મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે ભાભર-અમદાવાદ નવીન બસ સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

 

ભાભરવાસીઓને અત્યાધુનિક એસી બસની ભેટ: મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે ભાભર-અમદાવાદ નવીન બસ સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
છેવાડાના વિસ્તાર સુધી સુવિધાઓ પહોંચાડવા સરકારશ્રી હંમેશા પ્રતિબદ્ધ: મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર
ભાભર-અમદાવાદ પ્રીમિયમ એસી બસ સેવા શરૂ: મુસાફરો, દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે આરામદાયક મુસાફરીની સુવિધા ઉપલબ્ધ બની રહેશે

ભાભર કંટ્રોલ પોઈન્ટ ખાતેથી ભાભરથી અમદાવાદ રૂટની નવીન પ્રીમિયમ એસી ૨x૨ એસ.ટી. બસનું રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના વરદ્ હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ નવીન બસનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરોની સુવિધા તથા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. એસ.ટી. નિગમ દ્વારા શરૂ કરાયેલી આ અત્યાધુનિક એસી બસ ભાભરથી દરરોજ સવારે ૭:૧૫ કલાકે અમદાવાદ-ગાંધીનગર જવા રવાના થશે, જેનાથી સમગ્ર ભાભર પંથકના સ્થાનિક નાગરિકોને અમદાવાદ આવવા-જવા માટે ઝડપી અને સુવિધાજનક પરિવહન સેવા મળશે.

આ શુભારંભ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભાભર અને આસપાસના ગ્રામીણ વિસ્તારના નાગરિકોની લાંબા સમયથી સુવિધાસભર બસ સેવાની માંગણી હતી. સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને રાખી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકારે

તાકીદે આ અત્યાધુનિક એસી બસ ફાળવી છે. સરકારશ્રી છેવાડાના વિસ્તારો સુધી તમામ પાયાની અને આધુનિક સુવિધાઓ પહોંચાડવાના સ્પષ્ટ વિઝન સાથે આગળ વધી રહી છે, જેના ભાગરૂપે શરૂ થયેલી આ સેવાનો લાભ વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ અને દર્દીઓ સહિત સૌ નાગરિકોને મળશે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ બસમાં સ્ટીયરિંગ, ગિયર, બ્રેક અને ક્લચ સહિતની સિસ્ટમ અત્યંત આધુનિક હોવાથી ચાલકને બસ ચલાવવામાં સરળતા રહે છે તેમજ મુસાફરો માટે પણ સફર ખૂબ આરામદાયક, શાંત અને સુરક્ષિત બની રહેશે. પ્રજાની સુખાકારી અને પ્રવાસ સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવો એ જ સરકારની પ્રાથમિકતા છે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં ભાભર નગરપાલિકા પ્રમુખશ્રી અમરતભાઈ માળી, ભાભર તાલુકા પંચાયત પ્રમુખશ્રી અમરતજી ઠાકોર, સુઈગામ પ્રાંત અધિકારીશ્રી, સ્થાનિક અગ્રણીઓ, એસ.ટી. વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાભર પંથકના ગ્રામજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
 

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
18,493