ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું ગુજરાત / ગાંધીનગર

ડિજિટલ સેવાઓને જન જન સુધી પહોંચાડવાનો નિર્ધાર:ગાંધીનગરમાં ૧૭મા CSC દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

ડિજિટલ સેવાઓને જન જન સુધી પહોંચાડવાનો નિર્ધાર:ગાંધીનગરમાં ૧૭મા CSC દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
શ્રેષ્ઠ કામગીરી કરનાર વિલેજ લેવલ આંત્રપ્રેન્યોર અને ડિસ્ટ્રિક્ટ મેનેજર્સનું કરાયું એવોર્ડથી સન્માન 

 

ડિજિટલ સેવાઓને રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી સરળતાથી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર ખાતે ૧૭મા સીએસસી (કોમન સર્વિસ સેન્ટર) દિવસની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના તમામ જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ મેનેજર્સ તથા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ટોપ પર્ફોર્મિંગ VLE (વિલેજ લેવલ આંત્રપ્રેન્યોર) મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
   

કાર્યક્રમ દરમિયાન નાગરિકો સુધી વિવિધ સરકારી અને બિન-સરકારી સેવાઓ સફળતાપૂર્વક પહોંચાડવા બદલ ટોપ પર્ફોર્મિંગ VLEs અને જિલ્લા કક્ષાએ ઉત્તમ સંચાલન કરવા બદલ ડિસ્ટ્રિક્ટ મેનેજર્સને સર્ટિફિકેટ તથા એવોર્ડ એનાયત કરી

સન્માનિત કરવામાં આવ્યા હતા.

 આ પ્રસંગે ‘ડિજિટલ ઇન્ડિયા’ના સ્વપ્નને સાકાર કરવા તરફ CSC ની મહત્વની ભૂમિકા અને તમામ VLEsના અથાક યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ છેવાડાના દરેક નાગરિક સુધી સરકારી સુવિધાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક રીતે પહોંચતી રહે તે માટે તમામ ઉપસ્થિતોએ દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

​​​​​​​

આ ઉજવણીમાં CSC સ્ટેટ હેડ શ્રી જયેશ ભાનુશાલી, પિરામલ ફાઇનાન્સના GEO હેડ શ્રી નિતિન જૈન, SBI લાઈફના રિજિયોનલ મેનેજર શ્રી સંજય ખરે,UID મેનેજર શ્રી આરીફ ખાન,બજાજ જનરલના નેશનલ હેડ શ્રી અમિત ખુરૂબ,એક્સિસ બેંકના ગ્રુપ હેડ અને RBBH શ્રી રાકેશ ભોજનગરવાલા,સ્ટોક હોલ્ડિંગના રિજિયોનલ મેનેજર શ્રી મનુરાજ રે, યુનાઇટેડ ઇન્ડિયાના નેશનલ હેડ શ્રી પંકજ ત્રિખા તથા વાઉ ગ્રીનના સિનિયર મેનેજર શ્રી રવિ પટેલ અને નામાંકિત સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓએ ખાસ ઉપસ્થિતિ આપી કલાકારો અને VLEsનો ઉત્સાહ વધાર્યો હતો. 
 

 

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,183