ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / બનાસકાંઠા

ખેટવા ગામે ગોગા મહારાજના મંદિરમાં ચોરીની ઘટના

???? ખેટવા ગામે ગોગા મહારાજના મંદિરમાં ચોરીની ઘટના ????

ખેટવા ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાં અજાણ્યા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, મંદિરમાંથી રોકડ રકમ, ચાંદીના છતર તથા ગોગા મહારાજની નાની-નાની ચાંદીની મૂર્તિઓ સહિત અંદાજે ₹87,000ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે.

આ બનાવ અંગે ભીલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ છત્રાળા અને સોયલા ગામે મંદિરોમાં ચોરીના બનાવો બન્યા હતા. હવે ફરી આવી ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં ચર્ચા છે કે આ અજાણ્યા તસ્કરોને ભીલડી પોલીસ ક્યારે ઝડપી પાડશે?

લક્ષ ન્યૂઝ ભીલડી
અહેવાલ : વિક્રમસિંહ રાઠોડ

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
18,505