ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / ગાંધીનગર

કલોલ તાલુકાના છત્રાલ ખાતે આવેલ ગુજરાત ફલોટેક્ષ પ્રા.લિ. દ્વારા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ

કલોલ 

કલોલ છત્રાલ ખાતે આવેલ ગુજરાત ફલોટેક્ષ પ્રા.લિ. દ્વારા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ

ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક છત્રાલ-કડી રોડ પર આવેલી ગુજરાત ફલોટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ચૈત્રી પૂનમના પાવન અવસરે દર્શનાર્થે જતા પગપાળા સંઘ અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવા કેમ્પમાં ગરમીને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને રાહત મળે તે માટે ઠંડા શરબત, ચા-પાણી તેમજ નાસ્તાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. દિવસ-રાત 24 કલાક ચાલુ રહેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ લાભ લઈ રહ્યા છે.

 

ગુજરાત ફલોટેક્ષ કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારનું સેવાકીય કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે, જે સ્થાનિક સ્તરે પ્રશંસનીય માનવામાં આવે છે. કંપનીના માલિક જે.પી. તોસનીવાલ અને વિકાસ મહેતા દ્વારા આ સેવા કાર્યનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે.

તે ઉપરાંત કંપનીના સ્ટાફ દ્વારા યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કેમ્પમાં સ્વચ્છતા, વ્યવસ્થા અને સહાય માટે સ્ટાફ સતત કાર્યરત રહે છે, જે યાત્રાળુઓ માટે એક મોટો સહારો સાબિત થઈ રહ્યો છે.

ચૈત્રી પૂનમના આ પવિત્ર પ્રસંગે આવા સેવા કાર્યો યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે અને સમાજમાં સેવાભાવના ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

લક્ષ ન્યુઝ - સંજય નાયક

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
4,025