ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / બનાસકાંઠા

ડીસા પાસે 1 કરોડથી વધુનો દારૂ ઝડપાયો: સ્ટેટ મોનિટરિંગ સેલે બાડમેરના 5 આરોપીઓની ધરપકડ કરી, 3 વાહન જપ્ત

ડીસા પાસે 1 કરોડથી વધુનો દારૂ ઝડપાયો: સ્ટેટ મોનિટરિંગ સેલે બાડમેરના 5 આરોપીઓની ધરપકડ કરી, 3 વાહન જપ્ત....

 

બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ડીસા તાલુકાના ગલાલપુર ગામ પાસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ₹1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડીને રાજ્યમાં ચાલતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને બે શખ્સો ફરાર છે.

 

SMCને મળેલી બાતમીના આધારે ડીસા-ધાનેરા હાઈવે પર ગલાલપુર ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ વાહનોને આંતરીને તપાસ કરતા વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹1 કરોડ 9 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. દારૂ ઉપરાંત, તેની હેરફેર માટે વપરાતા 3 મોટા વાહનો, 7 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹1 કરોડ 52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 

સ્થળ પરથી ધરપકડ કરાયેલા 5 શખ્સો રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સિસોદિયા અને તેમની ટીમે આયોજનબદ્ધ રીતે આ દરોડો પાડીને દારૂનું મોટું કન્સાઈનમેન્ટ પકડ્યું હતું. સ્થળ પરથી ધરપકડ કરાયેલા 5 શખ્સો રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સિસોદિયા અને તેમની ટીમે આયોજનબદ્ધ રીતે આ દરોડો પાડીને દારૂનું મોટું કન્સાઈનમેન્ટ પકડ્યું હતું. તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂ પંજાબના પટિયાલાથી સપ્લાય કરવામાં આવ્યો હતો અને તેને કચ્છના નખત્રાણા સુધી પહોંચાડવાનો હતો. જોકે, પોલીસની સતર્કતાને કારણે આ જથ્થો ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ ઝડપાઈ ગયો. હાલમાં 5 આરોપીઓ પોલીસ રેકોર્ડ પર છે, પરંતુ આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધારો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે....

 

*અહેવાલ : વિક્રમસિંહ રાઠોડ,ભીલડી*

VIKRAMJI THAKOR
News Creator
based in 91
Followers
0
Total News Views
244