ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / બનાસકાંઠા

*ઢીમા ગામમાં કોંગ્રેસ અનુસૂચિત વિભાગમાં નવી નિમણૂંક*

*ઢીમા ગામમાં કોંગ્રેસ અનુસૂચિત વિભાગમાં નવી નિમણૂંક*

બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારના ધરણીધર તાલુકાના ઢીમા ગામમાં કોંગ્રેસ પક્ષના અનુસૂચિત વિભાગમાં મહત્વપૂર્ણ નિમણૂંક કરવામાં આવી છે. ઢીમા ગામના ભગીરથભાઈ કરમણભાઈ પંડ્યાને અનુસૂચિત વિભાગ કોંગ્રેસ સમિતિ ઢીમાના વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ નિમણૂંક અનુસૂચિત જાતિના ચેરમેન હિતેન્દ્રભાઈ પીઠડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. આ અંગે બનાસકાંઠા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત, બનાસકાંઠા અનુસૂચિત વિભાગના ચેરમેન પ્રવીણભાઈ વરણની ભલામણને આધારે આ નિયુક્તિ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ભગીરથભાઈ પંડ્યાની નિમણૂંકને લઈ સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી છે. કાર્યકરોએ આશા વ્યક્ત કરી છે કે તેઓ પાર્ટીના અનુસૂચિત વિભાગને મજબૂત બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવશે અને સામાજિક સેવા ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ નિમણૂંક બદલ ભગીરથભાઈ પંડ્યાએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આપેલ જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

*અહેવાલ શ્રવણ સોલંકી ધરણીધર ઢીમા*

SHARVAN SOLANKI
News Creator
based in 91
Followers
0
Total News Views
635