ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / બોટાદ

જૈન મુનિશ્રી સંતબાલજીના 44મા સ્વર્ગારોહણ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ સંપન્ન

કાર્યક્રમ દરમિયાન પૂજ્ય મુનિશ્રી સંતબાલજીના જીવન અને સેવા કાર્યને યાદ કરવામાં આવ્યા હતા. તેમની પ્રેરણાથી ભાલ પ્રદેશમાં સર્વધર્મ સમભાવ, ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા બહેનોને રોજગારી, શિક્ષણ સંસ્થાઓ તેમજ ગૌશાળાઓ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ આજે પણ યથાવત્ ચાલી રહી છે.

વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા ચિંચણી (મહારાષ્ટ્ર), ગુંદી અને રામપુરા (ભંકોડા) ખાતે નેચરોપેથી અને આયુર્વેદિક દવાખાનાઓ દ્વારા આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે, જે સંતબાલજીના સેવાયજ્ઞને આગળ ધપાવે છે.

22 માર્ચ 2026ના રોજ જૈન મુનિશ્રી સંતબાલજીના 44મા સ્વર્ગારોહણ દિવસ નિમિત્તે ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદી (તા. ધોલકા, જિ. અમદાવાદ) તથા વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ (મુંબઈ) દ્વારા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાણપુર, સુંદરીયાણા, નાગનેશ, ગુંદી, રામપુરા (ભંકોડા) અને વાવડી સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમ અંતે સમુદ્ર કિનારે આવેલ તેમના સમાધિ સ્થળે સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી, જ્યાં શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભાલ નળકાંઠા રાણપુરના પ્રમુખ ગોવિંદસિંહ ડાભી તથા અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ કાર્યક્રમ દ્વારા સંતબાલજીના જીવન મૂલ્યોને આત્મસાત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો અને સમાજમાં સેવા, સહકાર અને સમરસતાની ભાવના વધુ મજબૂત બને તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર અજય પરમાર રાણપુર

AJAY PARMAR
News Creator
based in 91
Followers
0
Total News Views
1,042