કલોલ
APMC હોલ ખાતે ભાજપ શહેર-તાલુકા મંડળની સંયુક્ત બેઠક યોજાઈ
જિલ્લાના નવનિયુક્ત પ્રભારી રમેશભાઈ સોલંકી સાથે પરિચય બેઠક, આગેવાનો દ્વારા અભિવાદન

કલોલ શહેરના APMC હોલ ખાતે ભાજપ કલોલ શહેર અને તાલુકા મંડળની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ગાંધીનગર જિલ્લા ભાજપાના નવનિયુક્ત પ્રભારી રમેશભાઈ સોલંકી સાથે પરિચય બેઠક યોજાઈ હતી અને ભાજપના આગેવાનો દ્વારા તેમનું હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, શહેર અને તાલુકા મંડળના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠન મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી તેમજ આવનારા કાર્યક્રમો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી ભુલાભાઈ દેસાઈ , પિયુષભાઈ પટેલ, કિરીટસિંહ બિહોલા સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઉપરાંત કલોલ શહેર ભાજપ પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ સહિત શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ કલોલ તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ સહિત તાલુકા સંગઠનના હોદ્દેદારો અને સિનિયર આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે કાર્યકરોને સક્રિય રીતે જોડાઈને પાર્ટીના કાર્યક્રમો સફળ બનાવવાના સંદેશ આપવામાં આવ્યા હતા.