ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / ગાંધીનગર

કલોલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનું સન્માન

કલોલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનું સન્માન
જનસેવા તાલીમ કેન્દ્ર સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રે આગવી કામગીરી કરનાર ૧૦ મહિલાઓને સન્માનિત કરાઈ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (૮ માર્ચ) નિમિત્તે કલોલ શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તે જ અનુસંધાને જનસેવા તાલીમ કેન્દ્ર સંસ્થા, કલોલ દ્વારા રેન બસેરા ખાતે આવેલ હોલમાં મહિલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કલોલ શહેર અને તાલુકામાંથી વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ બનાવનાર તેમજ સમાજસેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે આશરે ૧૦ જેટલી મહિલાઓને પ્રમાણપત્ર અને સાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવી, તેમજ તેમના સમાજપ્રતિ યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન સેવા તાલીમ કેન્દ્ર અને માય ભારત, ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિતિ તરીકે માય ભારત ગાંધીનગરના જિલ્લા યુવા અધિકારી શ્રીમતી અલકાબેન મેકવાન, હાર્દિકભાઈ મોચી સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે મહિલાઓને સમાજમાં આગળ વધવા, શિક્ષણ અને સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં એન.જી. ફાઉન્ડેશન અમદાવાદ તરફથી ઉપસ્થિત ડૉ. નિકુલભાઈ ગોહિલ દ્વારા મહિલાઓને કેન્સર જેવા ગંભીર રોગ વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

તેમણે સરળ ભાષામાં કેન્સરના લક્ષણો, સાવચેતી, સમયસર તપાસ અને સારવાર વિશે વિગતવાર માહિતી આપી મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન જનસેવા તાલીમ કેન્દ્ર તરફથી શીતલબેન પ્રજાપતિ, પારુલ તિવારી, પાયલ બોરીસા, અલ્પાબેન લોદરીયા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. તેમજ જનસેવા પરિવારના ભરત લાલવાણી, હિતેશ ચાવડા સહિત અન્ય કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી.
મહિલા સન્માન કાર્યક્રમ દરમિયાન સમાજમાં મહિલાઓની ભૂમિકા, તેમની સિદ્ધિઓ અને સમાજના વિકાસમાં મહિલાઓના યોગદાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા મહિલાઓને આત્મવિશ્વાસ સાથે દરેક ક્ષેત્રમાં આગળ વધવા અને સમાજના વિકાસમાં સક્રિય ભાગ ભજવવા પ્રેરણા આપવામાં આવી હતી.

 

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,745