ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / બનાસકાંઠા

બનાસકાંઠા સાંસદશ્રી ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે દિશા કમિટીની બેઠક યોજાઇ

*બનાસકાંઠા સાંસદશ્રી ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે દિશા કમિટીની બેઠક યોજાઇ*

*********

*બનાસકાંઠા જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની કરાઈ સમીક્ષા*

**********

(માહિતી બ્યુરો, પાલનપુર)

સમાચાર સંખ્યા : 154/06

 

બનાસકાંઠા સાંસદશ્રી ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને આજરોજ પાલનપુર કલેકટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. દિશા કમિટીની બેઠકમાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. 

 

સાંસદશ્રી ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના અધિકારીશ્રીઓ દ્વારા સાંસદશ્રી સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરાઈ હતી. 

 

બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમ કે, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તદઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાલનપુર હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી. તેમજ અન્ય વિભાગો આઈ.સી.ડી.એસ, માર્ગ અને મકાન (સ્ટેટ) ની કામગીરી, તેમજ ઈ-ગ્રામ યોજના અંતર્ગત થયેલ કામગીરી, સર્વ શિક્ષા અભિયાન, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ (કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની) અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે સાંસદશ્રી દ્વારા જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા. 

 

બનાસકાંઠા જિલ્લો વિકાસ ક્ષેત્રે અગ્રેસર બને તે માટે જિલ્લામાં પાયાની સુવિધાઓનો ઝડપી વિકાસ થાય તે દિશામાં સૌએ સજાગતા અને સમન્વય સાથે કાર્ય કરવાની જરૂર હોવાનું બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં હાથ ધરાતા વિકાસ કાર્યોમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે સંકલિત પ્રયાસો કરવાથી વિકાસ માટે વધારાની ગ્રાન્ટ મેળવવામાં પણ સહાય થશે. સાથે સાથે નગરપાલિકામાં સીસીટીવી કેમેરા સ્થાપવા માટે પાઇલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવાથી ગુનાખોરી અટકાવવામાં મદદ મળશે તેમજ આ પ્રોજેક્ટ અન્ય નગરપાલિકાઓ માટે પણ ઉદાહરણરૂપ બની શકે તેવા પ્રયાસો હાથ ધરવા તેમણે ભાર મૂક્યો હતો.

 

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધીકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ.શેખ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા...

 

એહવાલ વિક્રમસિંહ રાઠોડ ભીલડી

VIKRAMJI THAKOR
News Creator
based in 91
Followers
0
Total News Views
86