કલોલ

કલોલ નગરપાલિકા દ્વારા “સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટિવલ 2026”નો પ્રારંભ
.jpeg)
સ્થાનિક વેપારીઓ, સ્વ સહાય જૂથો અને હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન આપવા અનોખું આયોજન
કલોલ નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ સ્વ સહાય જૂથની બહેનો અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવા હેતુથી “સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટિવલ 2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળાનો શુભ પ્રારંભ તા. 7 માર્ચ 2026ના રોજ સાંજે 6:00 કલાકે કલોલના સરદાર બાગ પાર્કિંગ એરિયા ખાતે કરવામાં આવ્યો હતો.

.jpeg)
મેળાનો પ્રારંભ કલોલ 38 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર (બકાજી) ના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી મેળાનો આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, કલોલ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા મહામંત્રી ભુલાભાઈ દેસાઈ, કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


.jpeg)
નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદકો, હસ્તકલા કારીગરો, મહિલા સ્વ સહાય જૂથો અને નાના વેપારીઓને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ કરવાની ઉત્તમ તક મળી રહી છે. આ મેળા દ્વારા “વોકલ ફોર લોકલ” ના સંદેશ સાથે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
.jpeg)

મેળામાં લોકો માટે અનેક આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે. જેમાં ગેમ ઝોન, બાળકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત અને નૃત્ય કાર્યક્રમો તેમજ વિવિધ પ્રકારના ફૂડ ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે.

પરિવાર સાથે લોકો આનંદ માણી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે.
આ મેળો આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને શહેરવાસીઓ માટે ખરીદી તેમજ મનોરંજનનું કેન્દ્ર બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને મેળાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.


લક્ષ ન્યુઝ – સંજય નાયક