ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / ગાંધીનગર

કલોલ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટિવલ 2026નું આયોજન, આવતીકાલે સાંજે 6 વાગ્યે ભવ્ય પ્રારંભ

કલોલ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટિવલ 2026નું આયોજન, આવતીકાલે સાંજે 6 વાગ્યે ભવ્ય પ્રારંભ


કલોલ નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ સ્વ સહાય જૂથની બહેનો અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવા હેતુથી “સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટિવલ 2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળાનો શુભ પ્રારંભ આવતીકાલે તા. 7 માર્ચ 2026ના રોજ સાંજે 6:00 કલાકે કલોલના સરદાર બાગ પાર્કિંગ એરિયા ખાતે કરવામાં આવશે.

 

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કલોલ 38 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર (બકાજી) ઉપસ્થિત રહી મેળાનો ઉદ્ઘાટન કરશે. ઉપરાંત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો મોટી સંખ્યામાં હાજર રહેશે.

નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદકો, હસ્તકલા કારીગરો, મહિલા સ્વ સહાય જૂથો અને નાના વેપારીઓને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ કરવાની તક મળશે. આ મેળાના માધ્યમથી “વોકલ ફોર લોકલ” ના સંદેશ સાથે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

મેળામાં લોકો માટે વિવિધ આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે. જેમાં ગેમ ઝોન, બાળકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત અને નૃત્ય કાર્યક્રમો તેમજ વિવિધ પ્રકારના ફૂડ ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવાર સાથે લોકો આનંદ માણી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે.
નગરપાલિકાએ શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને મેળાનો લાભ લેવા અપીલ કરી છે.

લક્ષ ન્યુઝ – સંજય નાયક

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,726