ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / ગાંધીનગર

Kapadia High School , IFFCO campus ખાતે "Winsome Word Weavers" વાર્તા કથન સ્પર્ધાનું આયોજન

Kapadia High School , IFFCO campus ખાતે "Winsome Word Weavers" વાર્તા કથન સ્પર્ધાનું આયોજન!
સ્ટોરી ટેલિંગ સ્પર્ધાનો મંચ સજ્યો, શબ્દોનું થયું ગાન,
બાળહૃદયે કલ્પના વણી, રચ્યું નવી દુનિયામાં સ્થાન.'

ખરેખર ઉપરોક્ત પંક્તિઓ ચરિતાર્થ કરતો કાર્યક્રમ
૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ, ઇફકો કેમ્પસની કાપડિયા હાઇ સ્કૂલ ખાતે "Winsome Word Weavers" Story Telling Competition સફળતાપૂર્વક યોજાઈ ગયો. આ કાર્યક્રમ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાશ્વત કાપડિયા સાહેબના માર્ગદર્શન અને  નેતૃત્વ હેઠળ યોજાયો હતો. 
સ્કૂલના પ્રિન્સિપાલ મેડમે સ્ટાફના સભ્યોને કાર્યક્રમ સફળતાપૂર્વક અને સરળતાથી યોજાય તે માટે દિશાસૂચક નિર્દેશો આપ્યા.
 આ કાર્યક્રમનું આયોજન KHSની ત્રણેય શાખાઓ: ઇફકો, છત્રાલ અને કડીના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં  અલગ -અલગ શાળાઓના ઉત્સાહી 60 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બાળ વાર્તાકારોએ તેમની પોતાની અનોખી શૈલીમાં વિવિધ વાર્તાઓ રજૂ કરી હતી, જે સ્પષ્ટપણે તેમના આત્મવિશ્વાસ, પ્રભાવશાળી અભિવ્યક્તિ અને ઉત્તમ કથન કૌશલ્યનું પ્રદર્શન કરતી હતી.
આ કાર્યક્રમમાં ગાંધીનગર ,અમદાવાદ, કલોલ જેવા શહેરોની અગ્ર ગણનીય સ્કૂલો જેવી કે શાંતિ એશિયાટિક વિશ્વ નિકેતન સ્કૂલ, સાકાર ઇંગ્લિશ સ્કૂલ, અનન્યા વિદ્યાલય, ગ્રીન વેલી સ્કૂલ, રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ અને કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ અને અન્ય પ્રતિષ્ઠિત શાળાઓએ પણ ભાગ લીધો હતો.
જ્યુરીમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો માં -

Ms. Menka DGM, IFFCO,Ms. Priyanka Sisodiya (IFFCO),Ms. Ragini ( Editor, TIMES OF INDIA),Mr. Paulie Thomas 
Coordinator Divine Child School and Theatre Artist નો સમાવેશ થયો હતો. આ કાર્યક્રમમાં IFFCOના શ્રી સિસોદિયા સાહેબ અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજર રહ્યા હતાં.
આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને વકૃત્વ કુશળતા વિકસાવવાનો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ઉત્સાહ અને પ્રેરણાદાયી પ્રદર્શનથી ભરેલું હતું. બધા સહભાગીઓ માટે આ એક યાદગાર  અનુભવ હતો. આ કાર્યક્રમમાં અનોખી વાત માં ની એકvવાત એ હતી કે કાર્યક્રમનું સંચાલન અને એન્કરિંગ નું કામ પણ નાના- નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ 200 જેટલા વાલીઓ તથા 50 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતાં. કાર્યક્રમના અંતે આવેલ સહુએ ભોજન નો આનંદ માણ્યો. અંતે  તમામ વિજેતાઓને ભેટ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,732