ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું ગુજરાત / ગાંધીનગર

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહના ગાંધીનગર પ્રવાસ અંગે કલેક્ટરશ્રી મેહુલ કે.દવેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી  અમિત શાહના ગાંધીનગર પ્રવાસ અંગે કલેક્ટરશ્રી મેહુલ કે.દવેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.

આગામી તા.૧૫મી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશની સૌપ્રથમ CBDC (Central Bank Digital Currency) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ના શુભારંભનો કાર્યક્રમ યોજાશે. 
 આ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન કલેક્ટર શ્રી મેહુલ કે.દવેએ વિવિધ સરકારી વિભાગોના વડાઓ અને પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ, બેઠક વ્યવસ્થા, વાહન પાર્કિંગ, અને અન્ય પાયાની સુવિધાઓ અંગે વિભાગવાર મૌખિક માહિતી મેળવી  કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે અને કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તે માટે અધિકારીઓને સજ્જ રહેવા કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં  નિવાસી અધિક કલેકટરશ્રી નિશા શર્મા,મામલતદારશ્રી મહેશ ગોહિલ સહિત પોલીસ તંત્ર, , માર્ગ અને મકાન વિભાગ,ફાયર, આરોગ્ય તેમજ અન્ય સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

લક્ષ ન્યુઝ – સંજય નાયક

M.8153008881

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,181