
ભાભરના કારેલા ગામે દેશી દારૂઓ ની ભઠ્ઠીઓ પર ભાભર પોલીસ નો સપાટો.....
ભાભર પોલીસ એક્શન મોડમાં જોવા મળી.....
એક બાજુ ગામડે ગામડે દારૂ બંધી થઈ રહી છે તો બીજી બાજુ દેશી દારૂઓ ની ભઠ્ઠીઓ ઝડપાઈ રહી છે.....
.jpeg)
વાવ થરાદ જીલ્લાના ભાભર તાલુકાના કારેલા ખાતે અલગ અલગ ત્રણ સ્થળો ઉપર રેઈડ કરવામાં આવી હતી ત્યારે જેમાં 700 લીંટર વોશ દારૂ જેની કીં રૂ.17. 550 નો મુદામાલ પકડવા માં આવેલ તેમજ 33 લીંટર દેશી દારૂ જેની કી.રૂ. 6600 નો મુદામાલ ઝડપાયો હતો કુલ મળીને કીં રૂ 24.100 નો મળી આવેલ આ વોશ સહિત દેશી દારૂ નો ઘટના સ્થળે નાશ કરવામાં આવ્યો હતો બનાવની વિગત એવી છે કે ભાભર પોલીસના ટાઉનના સ્ટાફના માણસો ભાભર P I S D ચૌધરી સાથે પ્રોહીબીશના ગુનો સોઘવા માટે પેટ્રોલીંગ કરી રહા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભાભરના કારેલા ગામે દેશી દારૂઓ ની ભઠ્ઠીઓ સહિત ગામમાં દારૂ વેચવામાં છે ત્યારે ભાભર ટાઉનના માણસો એ અલગ અલગ ટીમો બનાવી ને અલગ અલગ સ્થળો પર જઈ ને ઓચિંતી રેઈડ કરી હતી અને મોટા પ્રમાણમાં 700 લીંટર અંદાજે વોંશ સહિત દેશી દારૂ 33 લીંટર પકડીને ત્રણ લોકો સામે કાયદેસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી દેશી દારૂ ની ભઠ્ઠીઓ ઉપર ઓંચિતી રેડ કરતા ભાભર વિસ્તારમાં સહીત તાલુકામાં દેશી દારૂ ગાળતા વેચતા લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો......
*કોના ત્યા રેઈડ કરવામાં આવી....*
(1) રેવુભા ઉર્ફે રાઉભા જાતે રાઠોડ રહે કારેલા તા ભાભર જી.વાવ થરાદ.....
(2) કાળુભા શિંવસિંહ જાતે રાઠોડ રહે કારેલા તા ભાભર જી વાવ થરાદ....
(3) દાનસિંહ દિવાનસિંહ જાતે રાઠોડ રહે કારેલા તા ભાભર જી વાવ થરાદ....
*એહવાલ ગોપાલ કે પુજારા ભાભર વાવ થરાદ.....*